➨ મુખ્યમંત્રી શ્રીવિજયભાઈ રૂપાણીએ વિધાનસભા ગૃહમાં ખેડૂતોના હિત માટે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. રાજ્યમાં આ વર્ષે ખરીફ પાકનું વરસાદને કારણે ખેડૂતોને ખુબ જ નુકસાન થયું છે તેના હિતમાં તારીખ 21 સપ્ટેમ્બરના રોજ રૂપાણી સરકારે આ નવી યોજના જાહેર કરી છે. કોને કોને લાભ મળશે,કેટલી સહાય મળશે, ફોર્મ ભરવાના ક્યારે ચાલુ થશે અને બીજી અન્ય માહિતી નીચે જણાવેલ છે.

photo_2020-09-22_11-00-58


કોને કોને આ યોજનાનો લાભ મળશે અને કેટલી સહાય મળશે ?

➨ આ યોજનાનો લાભ 20 તાલુકાનાં 123 તાલુકાના 27 લાખ ખેડૂતોને મળશે.

➨ 33% કે તેથી વધુ પાકને નુકસાન થયું હોય તેવા ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકે છે.

➨ ખેડૂતને બે હેક્ટર દીઠ 10,000 રૂપિયાની સહાય કરવામાં આવશે, અને જો ખેડૂત પાસે ઓછી જમીન હશે તો પણ તેને 5,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.


ફોર્મ ભરવાનું ક્યારે ચાલું થશે ?

➨ આ યોજના માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત 1લી ઑક્ટોબર,2020 થી થશે.

➨ ખેડૂતો નજીકનાં ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે અથવા નજીકના કોઈપણ ઓનલાઇન ફોર્મ ભરવાનું કેન્દ્ર હોય ત્યાં ફોર્મ ભરી શકશે. 


20 જિલ્લાઓનાં 123 તાલુકાના નામ :

1. કચ્છ : અબડાસા , અંજાર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, લખપત, માંડવી, મુંદ્રા , નખત્રાણા , રાપર

2. જૂનાગઢ : ભેંસાણ , જૂનાગઢ , કેશોદ , માળિયા (હા), માણાવદર, માંગરોળ , મેંદરડા, વંથલી, વિસાવદર , જૂનાગઢ સિટી 

3. અમરેલી : અમરેલી , બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લિલિયા, રાજુલા, સાવરકુંડલા, કુકાવાવ

4. પાટણ : ચાણસ્મા , હારીજ, રાધનપુર ,સમી , સાંતલપુર, શંખેશ્વર

5. અમદાવાદ : બાવળા, દેત્રોજ, ધંધૂકા, ધોલેરા, ધોળકા

6. રાજકોટ : ધોરાજી , ગોંડલ જામકંડોરણા, જસદણ ,જેતપુર, કોટડાસાંગાણી, લોધીકા, પડધરી , રાજકોટ, ઉપલેટા,વીછિયા

7. દેવભુમી દ્વારકા : ભાણવડ ,. દ્વારકા , કલ્યાણપુર , ખંભાળિયા

8. ભરુચ : આમોદ, અંક્લેશ્વેર, ભરૂચ, હાંસોટ , જંબુસર ,ઝગડિયા ,નેત્રંગ , વાગરા , વાલિયા

9. જામનગર : ધ્રોલ, જામજોધપુર ,.જામનગર , જોડિયા ૫. કાલાવાડ , લાલપુર

10. પોરબંદર : કુતિયાણા, પોરબંદર , રાણાવાવ

11. મોરબી : હળવદ માળિયા(મી.), મોરબી , ટંકારા , વાંકાનેર

12. ગીર સોમનાથ : ગીરગઢડા, કોડીનાર , સૂત્રાપાડા , તાલાલા, ઉના ,વેરાવળ

13. મહેસાણા : બેચરાજી, કડી, મહેસાણા

14. બોટાદ : બોટાદ બરવાળા ,ગઢડા, રાણપુર

15. સુરેન્દ્રનગર : ચોટીલા, ચૂડા, દશાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મૂળી , સાયલા, થાનગઢ, વઢવાણ  

16. ભાવનગર : ભાવનગર, ઉમરાળા, વલ્લભીપુર, જેસર , મહુવા, શિહોર

17. સુરત : બારડોલી મહુવા માંડવી (સુ) માંગરોળ, ઓલપાડ, ઉમરપાડા

18. આણંદ : સોજીત્રા, તારાપુર

19. નર્મદા : નાંદોદ 

20. નવસારી : જલાલપોર


ઓફિશ્યિલ જાહેરાત : અહિયાં ક્લિક કરો.